New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/maxresdefault-14.jpg)
વટ સાવિત્રી વ્રતના પાવન અવસરે મહિલાઓ દ્વારા વડ વૃક્ષનું પૂજન અર્ચન કરીને કુટુંબની સુખશાંતિ અને આરોગ્ય સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.
સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે મહિલાઓએ વડના વૃક્ષને દોર બાંધીને પ્રદક્ષિણા સહિત વૃક્ષ પર જળ અર્પણ કરીને પૂજન કર્યુ હતુ.તેમજ હલ્દી તિલક,સિંદૂર ,ચંદનનો લેપ લગાવીને તેમજ વૃક્ષ પર ફળ,ફૂલ અર્પણ કરીને વ્રતની ઉજવણી કરી હતી.
માન્યતા મુજબ જેઠ માસની પૂનમે ઉજવાતા આ વટ સાવિત્રી વ્રતથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. આ વ્રત નિમિતે સ્ત્રીઓ ઉપવાસ પણ કરે છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કુટુંબની સુખશાંતિ આરોગ્ય સમૃદ્ધિ માટે વટ સાવિત્રી વ્રતની ધર્મભીની ઉજવણી કરી હતી.
Latest Stories