New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/ct-hockey-bus-crash-20180406-005.jpg)
કેનેડામાં એક મોટો અકસ્માત થયો હતો, અહીં બસ દુર્ઘટનામાં ૧૪ જેટલા આઇસ હોકીના ખેલાડીઓ મૃત્યુ પામ્યા હતા જેને પગલે આખા દેશમાં લોકોએ ભારે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. કેનેડાના પશ્ચિમ સાસ્કેચેવાન વિસ્તારમાં આ ઘટના બની હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/ct-hockey-bus-crash-20180406-002-1024x576.jpg)
અહીં આ ખેલાડીઓને લઇને જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઇ હતી, અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ ખેલાડીઓના મોત નિપજ્યા હતા. બસમાં ડ્રાઇવર સહીત ૨૮ મુસાફરો સવાર હતા.
બાકી અન્ય ખેલાડીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત સાંજે પાંચ કલાકે બન્યો હતો.
Latest Stories