New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/modi-india-israel-dilemma-twitter.jpg)
દેશમાં મુસ્લિમ છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષાના હેતુથી પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રની મોદી સરકાર લઘુમતી છોકરીઓ માટે રૂપિયા 51,000 શાદી સગુન આપશે. આ લાભ મેળવવા માટે મુસ્લિમ છોકરીઓએ સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરવો પડશે.
કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રાલયની ગૌણ સંસ્થા ‘મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન (MAEF)એ મુસ્લિમ છોકરીઓની મદદ કરવા માટે આ પગલુ ઉઠાવ્યુ છે.
એમએઇએફના જણાવ્યા મુજબ આ યોજનાનો હેતુ માત્ર મુસ્લિમ છોકરીઓ અને વાલીને પ્રોત્સાહિત કરવાનો છે. છોકરીઓ વિશ્વવિદ્યાલય કે કોલેજ કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે. હાલ આ યોજનાનું નામ ‘શાદી સગુન’ આપવામાં આવ્યુ છે.
Latest Stories