કેન્દ્રમાં ભાજપની સરકાર બનતા દલિતો પરનાં અત્યાચારમાં વધારો થયો, બસપા સુપ્રીમો માયાવતી

New Update
કેન્દ્રમાં ભાજપની સરકાર બનતા દલિતો પરનાં  અત્યાચારમાં વધારો થયો, બસપા સુપ્રીમો માયાવતી

વિધાનસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ઉત્તરપ્રદેશનાં બસપા સુપ્રીમો પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ સાંસદ માયાવતી રાજકોટ આવી પહોંચ્યા હતા.

રાજકોટમાં માયાવતીએ રેસકોર્સ મેદાન ખાતે જાહેર સભાને સંબોધી હતી. જેમાં વરસાદી વાતાવરણ વચ્ચે 1000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ આવેલ માયાવતીએ સભાને સંબોધતા ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

નોટબંધી અને GSTને લઇ મોદી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી ઢંઢેરાને ખોટો ગણાવતા જણાવ્યુ હતુ કે લોકસભા સમયે ચૂંટણી ઢંઢેરામાં મોદીએ કહ્યું હતું કે સરકાર બનશે તો જનતાને અચ્છે દિન દેખાડશે તેવું કહ્યું હતું. જેમાં ગરીબી , રોજગારી, વીજળી જેવા પ્રશ્નો સમાવેશ કર્યો હતો.

100 દિવસમાં કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી.દુઃખદ ઘટના ભાજપ સરકારનાં વાયદા ખોટા પડ્યા છે , અને અંતમાં તેમને જણાવ્યું હતુ કે વાયદા પુરા કરે તેમને મત આપવો. જોકે એમ પણ કહ્યું હતું કે એક માત્ર બસપા જ ચૂંટણી ઢંઢેરાનાં વાયદા પૂર્ણ કરે છે.

Latest Stories