કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કરશે સીમનાથ મહાદેવના દર્શન

New Update
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કરશે સીમનાથ મહાદેવના દર્શન

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની તારીખ 16મી માર્ચ ગુરુવારે સોમનાથ મંદિરે આવશે.સ્મૃતિ ઈરાની સોમનાથ માં મંદિરે દર્શન કર્યા બાદ સ્થાનિક આગેવાનો ની પણ મુલાકાત લઇ શકે છે.

હાલમાં જ જયારે સોમનાથ મંદિર ટ્રસ્ટ ની અગત્ય ની બેઠક મળી હતી.જેમાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા,ત્યારે આ બેઠકના બાદ વધુ એક કેન્દ્રીય મંત્રી ની સોમનાથ મુલાકાતનો સાચો હેતુ તો કાલે જયારે મંત્રી શ્રી મંદિર ની મુલાકાત લેશે ત્યારે જ ખબર પડશે.

જોકે જાણકારોના મતે સૌરાષ્ટ્ર માં સર્જાયેલી ભાજપ વિરોધની પરિસ્થિતિ ના ડેમેજ કંટ્રોલ માટે હવે તે તરફ વધુ ફોક્સ કરવામાં આવી રહયુ હોવાનું કહેવાય રહ્યુ છે.

Latest Stories