બકરી ઈદ, જેને બકરા ઈદ અથવા ઇદ ઉલ અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુસ્લિમ સમાજનો એક મુખ્ય તહેવાર છે. દુનિયાભરના મુસ્લિમ સમુદાયો ઇદ ઉલ અઝહાને બલિદાન અને ત્યાગના તહેવાર તરીકે ઉજવણી કરે છે. બકરી ઈદનો તહેવાર મુસ્લિમો માટે બીજી મોટી ઇદ છે. જ્યારે પ્રથમ મોટી ઈદ ઈદ-ઉલ-ફિત્ર રમઝાન મહિનાના ઉપવાસ સમયગાળાના અંતે ઉજવવામાં આવે છે, જ્યારે બકરી ઈદ વાર્ષિક હજ યાત્રા સમાપન માટે જાણીતી છે. જે ઈસ્લામિક માસ જીલહજમાં ઉજવવામાં આવે છે. ઇદ-ઉલ-જુહાનો ચાંદ જ્યારે જોવાય છે તેના 10માં દિવસે બકરી ઈદ ઉજવવામાં આવે છે. તે ઈદ ઉલ અઝહા પર જ પૈગંબર હજરત ઇબ્રાહિમે અલ્લાહના આદેશનું પાલન કરી તેમના પુત્ર હજરત ઇસ્માઇલની કુરબાની આપી હતી. બકરી ઈદના પ્રસંગે આવો કેટલીક વિશેષ વાતો જાણીએ..
એવું માનવામાં આવે છે કે બકરી ઈદનો ઉત્સવ પ્રોફેટ હઝરત ઇબ્રાહીમ દ્વારા અલ્લાહના આદેશનું પાલન કરીને તેમના પુત્ર ઇસ્માઇલની બલિદાન આપીને કરવામાં આવ્યો હતો. હઝરત ઇબ્રાહિમ હંમેશા અલ્લાહની ઈબાદતમાં અને લોકોની સેવામાં લાગેલા હોય છે. 90 વર્ષની ઉંમરે તેમને એક પુત્ર થયો, જેનું નામ તેમણે ઈસ્માઇલ રાખ્યું હતું.
એક દિવસ હઝરત ઇબ્રાહિમના સ્વપ્નમાં અલ્લાહ આવે છે અને તેમની સૌથી પસંદીદા વસ્તુનું બલિદાન આપવાનો આદેશ આપે છે. અલ્લાહના આ આદેશનું પાલન કરી હઝરત પૈગંબર ઇબ્રાહિમ પોતાના પ્રિય પુત્રનું બલિદાન આપવા સંમત થઈ જાય છે. અને આંખો પર પટ્ટી બાંધી પ્રિય પુત્રને બલિદાન આપવા ચપ્પુ ચલાવે છે. પરંતુ તેઓ જેવી આંખની પટ્ટી ખોલે છે તેમના પુત્ર ઇસ્માઇલને જીવંત જુએ છે અને બલિના સ્થળે એક ડુંબા (ઘેટો) કુરબાન અવસ્થામાં હોય છે. ત્યારથી, એવું કહેવામાં આવે છે કે બકરી ઈદ પર કુરબાનીની પરંપરા શરૂ થઈ.
ખુદાના આદેશને અનુસરી પોતાના પ્રિય પુત્રને પણ ત્યજી દેવાની હિંમત અને સમર્પણના આ તહેવારને ત્યાગ અને બલિદાનના રૂપમાં મનાવાય છે.બકરી ઈદ પર, મુસ્લિમ સમુદાયના લોકો મળીને મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરે છે. આ પછી, હલાલ જાનવરનું બલિદાન એટ્લે કે કુરબાની આપવામાં આવે છે. કુર્બાનીનું માંસ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. એક ભાગ ગરીબો માટે, બીજો સંબંધીઓ અને ત્રીજો ભાગ પોતાના માટે રાખવામા આવે છે.
બકરી ઈદ પર કુરબાની ફક્ત તે જ આપી શકે છે જેમની પાસે 52 તોલા ચાંદી છે અથવા સમાન રકમ છે. જેની પાસે પહેલેથી જ દેવું છે, તેને બલિદાન આપવું જરૂરી નથી. જે પ્રાણીને શારીરિક બીમારી હોય અથવા શરીર ઠીક ના હોય તેવા જાનવરની કુરબાની આપવામાં આવતી નથી.