કોંગ્રેસ અને પાસ વચ્ચે ઉમેદવારોની યાદી બાદ સર્જાયો ખટરાગ

New Update
કોંગ્રેસ અને પાસ વચ્ચે ઉમેદવારોની યાદી બાદ સર્જાયો ખટરાગ

કોંગ્રેસે તેની પ્રથમ યાદી બહાર પાડીને થોડી જ વારમાં પાટીદાર અનામત આંદોલનનાં કાયર્કરોએ તેની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાસનાં બે કન્વીનરને ટીકીટ આપતા આખો મામલો બીચક્યો હતો. મોડી રાત્રે પાસનાં કન્વીનરો કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીનાં ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હોબાળો કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

સુરતમાં પણ પાસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. પાસનાં કાર્યકરો છેલ્લે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બોલ કર્યો હતો. ભરત સોલંકીનાં ઘર પાસે દિનેશ બાંભણીયાને પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી પણ થઇ હતી.

ભરતસિંહ સોલંકીનાં ઘરે PAAS કાર્યકર્તાઓ પહોંચી ગયા છે અને PASS કન્વીનર દિનેશ બાંભણિયાનો આરોપ છે કે, ભરોસો કર્યા વિના કોંગ્રેસે PASS નાં નેતાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે 77 ઉમેદવારોમાં માત્ર 3 પાસ નેતાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે કુલ 23 પાટીદારોને ટિકિટ આપી છે, જેમા 12 કોળી પટેલ છે. 14 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે. 6 દલિત, 8 ઓબીસીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બીજેપીએ 15 પાટીદારોને ટિકિટ આપી છે.

Latest Stories