કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાકોરમાં કર્યા રણછોડરાયજીનાં દર્શન

New Update
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાકોરમાં કર્યા રણછોડરાયજીનાં દર્શન

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડાકોરનાં રણછોડરાયજીનાં મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ મંદિરમાં પૂજા પણ કરી હતી. publive-imageમંદિર ટ્રસ્ટ દ્વારા રાહુલ ગાંધીને ભગવાન રણછોડરાયજીની તસવીર ભેટ આપવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસનાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીએ અહીં મંદિરમાં ધજા પણ ચઢાવી હતી.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનું પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થતા હવે રાજકીયપક્ષો દ્વારા બીજા તબક્કાની ચૂંટણી માટેનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Latest Stories