New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/congress-manifesto-story_647_110117110000.jpg)
ગુજરાત વિધાનસભા વિપક્ષનાં નેતાની પસંદગી કરવા બુધવારે અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યોની એક બેઠક મળી રહી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ઉપરાંત ઉપનેતા,દંડક અને જાહેર હિસાબ સમિતી માટે ય નામો પસંદ કરવામાં આવશે.જોકે,કોંગ્રેસે આ ચારેય પદ માટે જ્ઞાાતિવાદ આધારે પસંદગી કરશે તેમ માનવામાં આવી રહ્યુ છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને કોંગ્રેસી નેતા જીતેન્દ્રસિંહની નિરીક્ષક તરીકે પસંદગી કરાઇ છે. આ બંન્ને નેતાની હાજરીમાં કોંગ્રેસી ધારાસભ્યોના અભિપ્રાય લેવામાં આવશે. આ અંગેનો આખોય રિપોર્ટ હાઇકમાન્ડને સુપરત કરવામાં આવશે.બે-ચાર દિવસમાં જ વિપક્ષના નામની ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના છે. વિપક્ષના નેતા માટે પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ ટોચ પર છે.
Latest Stories