/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/Raj-Babbar-Family-Tree-Wife-Son-Daughter-Father-Name-Biography-Photos.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે રાજકીયપક્ષો દ્વાર પણ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારમાં ઉતારીને મતદારોને પોતાનાં તરફ આકર્ષવા માટેનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંઘ હુડ્ડા 1 ડિસેમ્બર શુક્રવારે ગુજરાતમાં ચૂંટણીસભાને સંબોધશે. જ્યારે ફિલ્મ અભિનેતા રાજ બબ્બર સુરતમાં બે ચૂંટણી સભાઓને ગજવશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા વડોદરાની મુલાકાત લેશે અને ઉદ્યોગ જગતના લોકો સાથે સંવાદ કરશે. 2 ડિસેમ્બરે પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આ જ દિવસે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત પણ ચૂંટણી પ્રચાર માટે આવશે.
ઉલ્લેખનીય છે કે તારીખ 5 થી 7 ડિસેમ્બરે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવે તેવી શક્યતા છે.