કોંગ્રેસનો વિકાસ એટલે હેન્ડ પંપ અને ભાજપનો વિકાસ એટલે સૌની યોજના,પીએમ મોદી

New Update
કોંગ્રેસનો વિકાસ એટલે હેન્ડ પંપ અને ભાજપનો વિકાસ એટલે સૌની યોજના,પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં ચૂંટણી સભા સંબોધી હતી. મોદીએ સભા સંબોધતા જણાવ્યુ મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલનાં દાદી ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસનો વિકાસ એટલે હેન્ડ પંપ અને ભાજપનો વિકાસ એટલે સૌની યોજના. અમે સૌરાષ્ટ્રમાં પાણી ઉપર વિચાર્યું હતુ. સૌની યોજના થકી ભવિષ્યની અનેક પેઢીઓ પાણીની સમસ્યાથી કરગરશે નહિં. ગુજરાત પાણીદાર બનીને આખી દુનિયાને પાણીદાર બનાવવા માંગે છે.

60 હજાર જેટલા પંપીંગ સ્ટેશનો ઉભા કર્યા. ત્યારે સૌ વિચારતા કે આટલું બધુ પાણી આવશે ક્યાંથી. 100 માળ જેટલી આખી નદી ઉપર જાય તેવી યોજના બનાવી છે. નેવાના પાણી મોભે ચડાવાનું કામ આ ભાજપે કર્યું છે.

GST અંગે બોલાતા પીએમ મોદીએ કહ્યું હતુ કે મેં કટકી બંધ કરાવી એટલે કોંગ્રેસ મોદીની બૂમો પાડે છે.

Latest Stories