કોંગ્રેસે યુવાનો,ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર

New Update
કોંગ્રેસે યુવાનો,ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમાં તેમણે યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરી હતી.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યુ હતુ કે ખેડૂતોનાં દેવા માફ સહિત વિવિધ સુવિધા અર્થેની જાહેરાતો કરી હતી.

જ્યારે બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારીની જોગવાઈ, યુવાનોને સ્વરોજગારી માટે રુપિયા 32 હજાર કરોડ ધિરાણની જોગવાઈ, ઓર્ગેનિક ખેતીને પ્રત્સાહન આપતી નીતિ ઘડવામાં આવશે તેમ જણાવ્યુ છે.

કોંગ્રેસ દરેક સમાજની મહિલાઓને ઘરનું ઘર આપશે, બેરોજગાર યુવોનોને રૂપિયા 4 હજાર સુધીનું બેરોજગારી ભથ્થું અને દરેક જિલ્લામાં 24કલાક ટોલ ફ્રી મહિલા હેલ્પ લાઈનની સુવિધા તેમજ પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી કન્યાઓને 100 ટકા ફી માફી સહિત મહિલા સંબંધિત ગુનાઓનાં કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટ, એકલ મહિલાઓ માટે ઘરના ઘરની ફાળવણીમાં અગ્રીમતા, મહિલાઓ માટેની પિંક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું જણાવ્યુ હતુ.

આ ઉપરાંત શિક્ષણને લગતી બાબતોનો પણ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કર્યો હતો, તેમજ દરેક વર્ગનાં લોકોને કોંગ્રેસે તેમાં આવરી લીધા હતા.

Latest Stories