કોણ બનશે ગુજરાતનો નાથ ? ચર્ચાતો પ્રશ્ન

New Update
કોણ બનશે ગુજરાતનો નાથ ? ચર્ચાતો પ્રશ્ન

ગુજરાતમાં ભાજપે બહુમત સાથે જીત મેળવ્યા બાદ હવે કોણ મુખ્યમંત્રીનો તાજ ધારણ કરશે તેની ચર્ચાએ જોર પકડયુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો પર જીત હાંસલ કરીને બહુમત મેળવી છે,ત્યારે હવે મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે લોકમુખે ચર્ચાઓ જાગી છે. ભાજપને પોતાની અપેક્ષા મુજબ બેઠકો ન મળતા પાર્ટી દ્વારા પણ આ અંગે ઉંડુ મંથન કરવામાં આવશે.

ભાજપ માટે ધારણા કરતા ચૂંટણીનું પરિણામ જુદું આવતા હવે મુખ્યમંત્રીનું સુકાન કોને સોંપવું તે પ્રશ્ન પણ ગંભીર બન્યો છે.

જોકે ગુજરાતમાં મુખ્યમંત્રીની ગાદી પર વિજય રૂપાણી રિપીટ થશે કે પછી અન્ય કોઈ ચહેરો સીએમ બનશે. એક ચર્ચા મુજબ રાજ્યસભાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,વજુભાઇ વાળા, નીતિન પટેલ ઉપરાંત પીએમ મોદીનાં વિશ્વાસુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નામોની ગુજરાતનાં વિકાસ રથનાં સારથી બનવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે.

મુખ્યમંત્રી ઉપરાંત મંત્રી મંડળમાં પણ ક્યાં ધારાસભ્યોને સ્થાન મળશે તેની ચર્ચા પણ ઉઠવા પામી છે.

Latest Stories