New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/Mery-Com.jpg)
ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય ખેલાડીઓનો દબદબો ચાલુ છે. એક વખત ફરીથી દેશનો પરચમ લહેરાવતા બોક્સર મેરી કોમે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. મેરીકોમે 48 કિલોગ્રામ કેટેગરીની બોકસિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો.
મેરી કોમે શનિવારના રોજ 21મા રાષ્ટ્રમંડલ રમતોના 10મા દિવસે શનિવારના રોજ મહિલા બોક્સિંગની 45-48 કિલોગ્રામ કેટેગરીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ દિગ્ગજ બોક્સરે ફાઇનલમાં ઇંગલેન્ડની ક્રિસ્ટિના ઓ ને હરાવી 5-0થી માત આપીને પહેલી વખત કોમનવેલ્થ ગેમમાં મેડલ પ્રાપ્ત કર્યો.
Latest Stories