/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19210731/maxresdefault-255.jpg)
કોરોનાના કેસોમા દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે અને વધતા કોરોના વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. નમસ્કાર....... કોરોના મહામારીને પગલે ઘણા ઉધ્યોગોને નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાથી ટ્રાવેલ ઉધ્યોગ પણ બાકાત નથી. સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે ટ્રાવેલ્સ સંચાલકોને તેમની લકઝરી બસો વેચવાની નોબત આવી પડી છે
કોરોનાની મહામારીમા મોટાભાગના ઉદ્યોગોને ફટ્કો પડ્યો છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવતાં સરકારી તથા ખાનગી બસોના પૈંડા થંભી ગયાં હતાં. લોકડાઉનની સૌથી ઘાતક અસર ખાનગી બસોના સંચાલકો પર પડી છે. ટ્રાવેલ્સ માલિકોની સ્થિતિ એટલી ખરાબ છે કે તેમને બસો વેચવા કાઢી છે. એક આંકડા મુજબ ખાનગી સંચાલકોએ 13 હજાર જેટલી ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢી છે. 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે. રાજ્યમાં 2300 કરોડ રૂપિયાનું નુકસાન છે, જેમાં સૌથી વધુ અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ છે. અમદાવાદની વાત કરવામા આવે તો અમદાવાદના જ ટૂર ટ્રાવેલ સંચાલકોને કુલ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચી દેવાની ફરજ પડી છે જ્યારે વિવિધ ટ્રાવેલ-સંચાલકોએ 1,250 બસો વેચવા કાઢી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરના લીધે 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે પટેલ ટ્રાવેલ્સે પોતાની 50 બસો વેચી દીધી હોવાની જાહેરાત કરતાં અમદાવાદના બસમાલિકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
રાજયમાં કોરોનાનો વેવ શરૂ થઇ ચુકયો છે. લોકડાઉન બાદ સ્થિતિ માંડ થાળે પડી છે તેવામાં ફરી કોરોનાનું સંક્રમણ વધતાં લોકોની ભીડ રોકવા સરકાર પ્રતિબંધાત્મક આદેશો કરી રહી છે. કોરોનાના કારણે રાજયની જાણીતી પટેલ ટ્રાવેલ્સે પણ પોતાની 50 બસો વેચી નાંખી છે.
ગુજરાત સરકારની નીતિઓને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ભારે ગંભીર અસર પડી રહી છે. ત્યારે હવે ટ્રાવેલ્સ ઉદ્યોગના માંધાતાએ ધંધામાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યની સૌથી જૂની અને જાણીતી ટ્રાવેલર્સ એજન્સી પટેલ ટ્રાવેલર્સે પોતાના ધંધાને સીમિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 1988માં પટેલ ટ્રાવેલ્સએ પ્રથમ ખાનગી ટ્રાવેલ્સ બસ ખરીદી બિઝનેસ શરૂ કર્યો. બાદમાં 300 બસ વસાવી હતી. મહામારીમાં બેંક લોનનું ભારણ વધતા ડિફોલ્ટરની સ્થિતિ ન સર્જાય એ માટે 50 બસો વેચવી પડી.
કોરોનાની પ્રથમ લહેરનો ફટકો સહન થયો નથી, ત્યાં બીજી લહેરમાં ખાનગી બસ-સંચાલકોની કમર તૂટી ગઇ છે. સમગ્ર રાજ્યના બસ-સંચાલકોની ચિંતામાં વધારો થયો છે. બસ રોડ પર દોડતી હોય કે પછી પાર્કીંગમા ઉભી હોય સંચાલકોને અન્ય વ્યવહારોનુ આર્થીક ભારણ તો પડે જ છે. ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકોની પણ રોજી-રોટી છીનવાય રહી છે.
બસ દોડે કે પાર્કિંગમાં ઊભી રહે પણ એક બસને મહિને આરટીઓનો ટેક્સ, વીમો, ડ્રાઇવર-ક્લિનરનો પગાર, બેંકનો હપ્તો, કર્મચારીના પગાર, જીએસટી, બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ હોય છે. અખિલ ગુજરાત પ્રવાસી વાહનસંચાલક મહામંડલના ચેરમેન અને પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે જણાવ્યું હતું કે, લોનના હપતા અને RTO ટેક્સમાં મુક્તિ આપવા એસોસિયેશને મુખ્યમંત્રીથી લઇ કેન્દ્રીય મંત્રી ગડકરી સુધી રજૂઆત કરી પણ કોઇ ઉકેલ ન આવ્યો. કંપનીને વર્ષે 107 કરોડનું નુકસાન થતાં 1200માંથી 600 કર્મચારીઓને છૂટા પણ કરવા પડ્યા છે.
લોકડાઉન બાદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોને સૌથી મોટો ફટકો પડયો છે. કોરોના પહેલાં ખાનગી ટ્રાવેલ્સ બસો એસટી વિભાગ સામે પડકાર હતી પણ હવે સ્થિતિ બદલાઇ રહી છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો તેમની બસો વેચવા કાઢી છે. પટેલ ટ્રાવેલ્સ સહિત અનેક ટ્રાવેલ્સ કંપનીઓને તાળા વાગી જાય તેવી સંભાવના છે. કેટલાય વ્યવસાયકારો ટ્રાવેલ્સનો વ્યવસાય બંધ કરી અન્ય વ્યવસાયમાં ઝંપલાવી રહયાં છે. જો સરકાર ટેકસ બાબતે ટ્રાવેલ્સ સંચાલકોને રાહત નહિ આપે તો માલિકો તો ઠીક ડ્રાયવર અને કલીનર સહિત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકોના ઘરે ચુલો સળગવો મુશ્કેલ બની જશે. આવા જ રોચક અને રસપ્રદ સમાચારો સાથે આપ જોતા રહો કનેકટ ગુજરાત.. ત્યાં સુધી મને રજા આપશો....