"ક્ચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા" : દિવાળીના મીની વેકેશનમાં કચ્છ બન્યું પર્યટન સ્થળ

New Update
"ક્ચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા" : દિવાળીના મીની વેકેશનમાં કચ્છ બન્યું પર્યટન સ્થળ

દિવાળીનો તહેવાર હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય તે બને જ નહીં. દિવાળીના મીની

વેકેશનમાં પર્યટન સ્થળ બની ગયેલ ક્ચ્છ જિલ્લામાં પ્રવાસીઓ વેકેશન માણવા પધારી

રહ્યા છે. રજાઓના સમયગાળામાં હજારો મુલાકાતીઓ કચ્છનાં રમણીય સ્થાનોની મુલાકાતે આવે

છે.

વ્હાઇટ રણ હવે એક પ્રચલિત નામ બની ગયું છે. રણોત્સવનો પ્રારંભ થયા બાદ ક્ચ્છ

દુનિયાના કચકડે વ્હાઇટ રણના

કારણે પ્રસિદ્ધ બન્યું છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણની સફેદી નિહાળવા

સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમીસાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચુક લે છે. કેમલ સવારી અને નમકની ચાદર આ દ્રશ્ય જ

મનને મોહિત કરે છે. આમ તો ૧ નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થાય

છે પરંતુ હાલમાં રણમાં પાણી ભરાયેલ છે, તેમ છતાં બુકિંગ શરૂ થયું છે. લાખો પ્રવાસીઓ રણની

કહાનીયા સાથે વાઈટ ડેઝર્ટની મુલાકાત પણ લેવાના છે.

કચ્છમાં સફેદ રણ ઉપરાંત અન્ય અનેક પર્યટન સ્થળો છે. ભુજની જો વાત કરીએ તો, ભુજીયો ડુંગર, કાળો ડુંગર, આઈના મહેલ, પ્રાગ મહેલ, મ્યુઝિયમ, હમીરસર તળાવ, સ્વામિનારાયણ મંદિર, છતરડી, રક્ષક વન સહિતના સ્થળો છે.

માંડવીમાં રમણીય દરિયા કિનારો બીચ ફેસ્ટિવલના કારણે અલોકીક સુંદરતા ધરાવે છે. ઉપરાંત

વિજય વિલાસ પેલેસ અને બંદરિય માંડવી શહેર સાથે સરહદી લખપત તાલુકામાં માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક પવિત્ર

સ્થાનો અને લખપતનો કિલ્લો, રાપરમાં ખડીર અને ધોળાવીરા પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ સહિતના સ્થળોએ મોટી

સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે.

શાળા કોલેજોમાં તો મીની વેકેશન છે, પણ સભવત પ્રથમ વાર સરકારી કચેરીઓમાં પણ સળંગ ૬ દિવસની રજા છે. તા. ૨૬થી ૩૧ની રજામાં કચ્છના પર્યટન સ્થળો પ્રવાસીઓથી

ખીલી ઉઠશે. ગુજરાતની સાથે અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ પ્રવાસીઓની સાથે મુંબઇગરા

કચ્છીઓ પણ વતનમાં દિવાળી મનાવવા આવે છે, ત્યારે આ દિવસોમાં સ્થાનિકોને રોજગારી સાથે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ

કચ્છની મુલાકાત લેશે. કચ્છની

ભાતીગળ સંસ્કૃતિ માહોલ અને ભવ્યતા જોઈ ક્ચ્છ આવતો દરેક પ્રવાસી મનોમન મલકી બોલી

ઉઠે છે.

Latest Stories