ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ત્યાં પુત્રી રત્નનો જન્મ ,દીકરી દેવો ભવઃ લક્ષ્મી દેવો ભવઃ

New Update
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ત્યાં પુત્રી રત્નનો જન્મ ,દીકરી દેવો ભવઃ લક્ષ્મી દેવો ભવઃ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્યાં મોડી રાત્રે દીકરીનો જન્મ થયો હતો. તેઓના પત્ની રિવાબા જાડેજાએ દીકરી રત્નને જન્મ આપતા પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

publive-image

દીકરી જન્મના સમાચાર સાંભળતાની સાથે જ જાડેજા પરિવાર અને સોલંકી પરિવારમાં હરખની હૈલી જોવા મળી હતી. તો હાલ રિવાબા જાડેજાને શહેરની સ્ટર્લીગ હોસ્પીટલમાં જ સારવાર માટે રાખવામાં આવ્યા છે. અને માતા પુત્રીની તબીયત પણ સારી હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

publive-image

હાલ ચેમ્પિયન્સ ટ્રોફિ 2017 ચાલી રહી છે. જે અંતર્ગત ગત રવિવારે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતે મોટા માર્જીનથી પાકિસ્તાનને હરાવ્યુ હતુ. અને મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાનુ ઓલરાઉન્ડર પર્ફોર્મન્સ આપ્યું હતુ.

publive-image

Latest Stories