ખરોડ ચોક્ડી ઉપર બે ટ્રક ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ખરોડ ચોક્ડી ઉપર બે ટ્રક ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
New Update

અગામી દિવસોમાં ખરોડ ચોકડી પર બ્રીજને મંજૂરી ન આપવામા આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી

રોડ ક્રોસ કરી રહેલ ટ્રક જોડે હાઈવે પરથી આવતા ટ્રક ટકરાતા ખરોડ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લગાતાર આ હાઈવે ચોકડી પર છાશવારે અકસ્માતો થતા રહેતા હોય અને તંત્રને અનેકવાર તાકીદ અને રજૂઆતો કરી હોવા છતાં ખરોડ ચોકડી પ્રત્યે તંત્ર મૌન બેઠું છે. આ ચોકડીથી માત્ર ૫૦૦ મીટરના વિસ્તારમાં આવેલ પાંચ જેટલી શાળાઓ અને પાનોલી જી.આઈ.ડી.સીના વાહનો માટેની મુખ્ય ચોકડી હોવા છતાં આ ચોકડી પર કોઈ ધ્યાન આપવામાં આવી નથી રહ્યું.

publive-image

અગાઉ એક શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી અને સ્કુલ બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક સાંસદ, નેશનલ હાઈવે ઓથોરીટી અને રોડ મિનિસ્ટર સુધી પ્રત્યક્ષ મુલાકાત કરી આ સંદર્ભે રજૂઆત કરી હોવા છતાં ચૂપકીદી સાંધવામા આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. જો અગામી દિવસોમાં ખરોડ ચોકડી પર બ્રીજને મંજૂરી ન આપવામા આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે.

Here are a few more articles:
Read the Next Article