New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-265.jpg)
ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ અપક્ષ ઉમેદવારી કરનારા ઉમેદવારનો પરાજય થયો છે.
ખેડા જિલ્લામાં કપડવંજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા પુનઃ એક વાર ભગવો લહેરાયો છે.તા. ૨૨મી ઓક્ટોબરના રોજ કપડવંજ નગરપાલિકાની પેટા ચૂંટણી અંગે મતદાન યોજાયું હતું. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ સભ્યોએ અપક્ષમાં ફોર્મ ભરી ભાજપ સામે મોરચો માંડ્યો હતો. જેનું આજ રોજ પરિણામ આવતા તેઓના પરાજય થયો હતો. પાલિકાના પૂર્વ પ્રમુખ પિન્ટુ સોનીને કપડવંજના મતદારોએ હારની દિશા બતાવી હતી. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બદલ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories