New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/25210959/1-8.jpg)
ઠાસરા મામલતદારમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા વારસાઈ કરાવવા મામલે અરજદાર પાસે 4 હજારની માંગ કરતા આજે નડીઆદ એસીબીએ લાંચ પેટે 4 હજાર લેતા કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા મામલતદાર કચેરીમાં આવેલ ઇધરામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા બિપિન જોસેફભાઈ મેકવાન દ્વારા વારસાઈમાં નામ દાખલ કરવા માટે 4 હજારની લાંચ ફરિયાદી પાસે માંગી હતી. જે અંગે ફરિયાદી દ્વારા નડીઆદ એસીબીને જાણ કરી હતી.જેને લઇ આજે એસીબી દ્વારા ટ્રેપ કરી આજે બિપિન મેકવાનને ચાર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ એસીબી દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.