ખેડા : રાજા રણછોડનું ડાકોર બન્યું “ગોકુળ”, ગૌમાતાના નગર વિચરણે મનમોહક માહોલ

New Update
ખેડા : રાજા રણછોડનું ડાકોર બન્યું “ગોકુળ”, ગૌમાતાના નગર વિચરણે મનમોહક માહોલ

ડાકોરમાં

ગોપાષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડાકોર નગરના રસ્તાઓ પર ગાયોના

ધણથી ઉભરાતા ડાકોર નગર ગોકુળ બન્યું હતું. નગરમાં ઠેર ઠેર ભક્તો શ્રદ્ધાળુઓ

ગૌદર્શન માટે ઉમટી પડ્યા હતા.

ગોપાષ્ટમીના

દિવસે ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર ખાતે શણગારેલી ગાયોનું પૂજન અર્ચન કરવામાં આવે

છે. ગૌમાતાને બાજરી અને ગોળની ઘૂઘરી પીરસવામાં આવે છે. તમામ ગૌશ્રધ્ધાળુ ભક્તો, નાગરિકોને દર્શન મળી રહે તે હેતુથી ડાકોર

નગરના રાજમાર્ગો ઉપર ગૌવિચરણ કરાવવામાં આવે છે. ભક્તો, શ્રધ્ધાળુઓ ગૌવિચરણ બાદ પડેલ માર્ગની

ધૂળને પવિત્ર ગણી માથે ચઢાવે છે.

યાત્રાધામ

ડાકોરમાં કારતક સુદ આઠમના રોજ ગોપાષ્ટમીનો પર્વ નિમિતે 800થી વધુ ગૌમાતાના નગર વિચરણને લઈ રાજા

રણછોડનું ડાકોર ગોકુળ્યું બન્યું હતું. ડાકોર મંદિર તરફથી પરંપરા અનુસાર મંદિરના

ભંડારી મહારાજ અને પૂજારીઓના હસ્તે ગૌપૂજા કરી ગાય માતાની આરતી કરવામાં આવી હતી.

શ્રીકૃષ્ણ જ્યાં રાજા રણછોડના રૂપમાં સાક્ષાત બિરાજમાન છે, તે ડાકોરમાં ગોપાષ્ટમીની ઉજવણી નિમિતે

ડાકોર મંદિરની ગૌશાળાની ગાયોને સિમ વિસ્તારમાં ચરાવવા લઈ જવામાં આવે છે, ત્યારે આ સમગ્ર નજારો એક અનેરૂ દ્રશ્ય

ઉભું કરે છે. નગરના માર્ગો પર મંદિરની તમામ ગાયોના ધણને એક સાથે જોવી તે અનેરૂ

આકર્ષણ જન્માવે છે. શ્રીકૃષ્ણએ ગાયો ચરાવી હતી તેવો ભાવ આ ઉત્સવમાં વ્યક્ત થાય છે.

.  

Latest Stories