/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-261.jpg)
ખેડા જિલ્લાના નડીઆદ નજીક આવેલ વલ્લાગામ પ્રાથમિક શાળા ખાતે દિવાળીના તહેવાર નિમિતે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થી બાળકોને એક વિશેષ કીટ આપી હતી. આવો જાણીએ શુ છે આ કીટમાં.
સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દી ઉત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વલ્લાગામ જેવા છેવાડાના ગામમાં ઘર ખોરડે દિવાળીના અજવાળા પથરાય, જન-મનમાં ખુશાલી પ્રસરાય, તમામના આંગણે રંગોળીના રંગ વેરાય તેવા શુભ આશયથી "શાળા મારી લાવી, ઘર ઘર દિવાળી" નામનો રાજ્યનો સૌ પ્રથમ નવતર પ્રયોગ વલ્લાગામ પ્રાથમિક શાળાએ આરંભ્યો છે. દિવાળી આપણાં દેશનો મોટામાં મોટા તહેવાર છે તે નિમિત્તે ઘરે ઘરે, ઝૂપડે ઝૂપડે દિવાળીના તહેવારેની રોશની દરેકને ત્યાં થાય તે ઉપદેશથી શાળાના આચાર્યએ નવતર અભિગમ દાખવ્યો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં ખૂબ ઓછી વસ્તી ધરાવતું ગામ એટલે વલ્લાગામ. વલ્લાગામની પ્રાથમિક શાળામાં એક અનોખો અને નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને શાળાના આચાર્યએ ગાંધીજીના જીવનચરિત્ર તેમજ સત્યના પ્રયોગોમાંથી પ્રેરણા લઈ શાળામાં અને ગામમાં જરૂરિયાતમંદ બાળકોને એક વિશેષ કીટનું વિતરણ કર્યું હતું. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી માનવામાં આવે છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓને ૩ પ્રકારની કીટ આપવામાં આવી હતી. જેમાં પ્રથમ કીટમાં મીઠાઇ, ફરસાણ જેવી ખાદ્ય ચીજ વસ્તુ તેમજ બીજી કીટમાં રંગોળી કરવા માટે ૫ પ્રકરના રંગ જ્યારે ત્રીજી કિટમાં દિવેટ સહિત પાંચ દિવડા આપવામાં આવ્યા હતા. દિવાળીનો તહેવાર દરેક લોકો એક સમાન ઉજવે તેવા આશયથી નવતર અભિગમ શાળાના આચાર્ય દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.