New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/Chitra-and-Jagjit-Singh.jpg)
લોકપ્રિય ગઝલ ગાયક જગજીત સિંહની પત્ની અને પોતાના જમાનાની ગઝલ ગાયિકા ચિત્રા સિંહ 27 વર્ષ બાદ વારાણસીના સંકટ મોચન મંદિરના મંચ પર વાપસી કરશે, વર્ષ 1990માં પોતાના યુવાન પુત્રના આકસ્મિક મોત બાદ ચિત્રા સિંહે ગઝલ ગાવાનું છોડી દીધુ હતુ,મંચ પર ગાયિકા તરીકેની શરૂઆત ફરી એક વાર કરવા ચિત્રા સિંહ ઉત્સુક છે.
વારાણસીમાં 15 એપ્રિલે યોજાનાર સંકટ મોચન મંદિરમાંના કાર્યક્રમમાં ફરી એક વાર ચિત્રા સિંહ સૂરોના તાલે લોકોને મંત્રમુગ્ધ કરશે,સંકટ મોચન મંદિરમાં 15 થી 20 એપ્રિલ સુધી ચાલનારા સંગીત સમારોહમાં વિવિધ કલાકારો હાજરી આપવાના છે.11 એપ્રિલથી હનુમાન જ્યંતિથી આ કાર્યક્રમો શરૂ થઈ જશે.
Latest Stories