/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/05174819/maxresdefault-62.jpg)
ગાંધીનગર વસંત વિહાર ખાતે ફરી એક વખત શિક્ષિત બેરોજગાર યુવા સમિતિએ ધરણાં શરુ કર્યા છે. શનિવારે સવારે 6 વાગ્યાથી શિક્ષિત બેરોજગાર યુવા ઘરણામાં આશરે 100 જેટલાં શિક્ષિત બેરોજગાર યુવાનો જોડાયા હતા.
દેશમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. શિક્ષા મેળવીને પણ રોજગારી નહીં મળતા બેરોજગાર યુવાનોનો સરકાર પ્રત્યે ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ગાંધીનગરના વસંત વિહાર ખાતે 100થી વધુ શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના યુવકોએ ધરણાં કર્યા હતા. ધરણા સ્થળે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, વસંત વગડે આ કાર્યક્રમનું આયોજન પૂર્વે જ નક્કી હોઇ કેટલાંક આગેવાનોની રાત્રે અટકાયત કરી લેવામાં આવી હતી.
હાથમાં બેનરો સાથે યુવાઓએ સરકાર પાસે રોજગારીની ગુહાર લગાવી હતી અને GR રદ કરવાની માંગ કરી હતી. આંદોલન પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આંદોલનકારીઓ વસંત વગડે ન પહોંચે તે માટે પોલીસ સુરક્ષા લાદી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજે સવારે જ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતનાં બેરોજગાર યુવાનો માટે ભરતી કરી તેમને સરકારી નોકરીનો લાભ મળી રહે તેવા હેતુથી આગામી દિવસોમાં અધધધ ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. યુવાઓએ બેનર લગાવી GPSC માં એજ્યુકેશન ડિપાર્ટમનેટ માં 27-07-2020 નો આસિસ્ટન્ટ પ્રોફેસર તથા લેક્ચરરની નિમણૂકમાં નડતાં જીઆરને રદ કરવાની માંગ કરાઇ હતી.