/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/12134633/maxresdefault-141.jpg)
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામમાં ગૌચરની જમીનમાં આરઓ પ્લાન્ટ નાંખવા મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે
વડોદરાના ઝાલા ગામામાં સરકાર દ્વારા ગૌચરની જમીન પર આર ઓ પ્લાન્ટ સ્થાપવા સામે ગ્રામજનો વિરોધ કરી રહયાં છે.ગ્રામ પંચાયતના વિરોધ છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબ્જો સંભાળવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. ગ્રામપંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરી વિરોધ નોંધાવેલી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત હસ્તક ગોચરની જમીન મર્યાદિત છે અને તેમાં પણ સરકાર ગૌચરની જમીન સંપાદન કરે તો ગામના પશુધન ના નિભાવ માટે મોટી મુશ્કેલી સર્જાય તેમ છે.આજે સવારે અધિકારીઓ પોલીસના કાફલા સાથે જમીનનો કબ્જો કરવા માટે ગામમાં પહોંચ્યાં હતાં. લોકોએ કાર્યવાહીનો વિરોધ કરતાં પોલીસ સાથે ચકમક ઝરી હતી. આરઓ પ્લાન્ટ બનાવવા માટે જમીન સંપાદનની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે ત્યારે લોકોમાં પણ વિરોધ વધી રહયો છે.