ગીરના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહના આંટા ફેરા, મોબાઇલમાં વીડિયો કેદ

New Update
ગીરના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહના આંટા ફેરા, મોબાઇલમાં વીડિયો કેદ

ગીર અભ્યારણ્ય વિસ્તારમાં રહેતા સવાજો ઘણી વખત માનવ વસાહતમાં ધસી આવતા હોવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. અવાર નવાર. માનવ વસાહત નજીક આવી ગયોનું મારણ કરતા હોવાની પણ વિગતો સપાટી ઉપર આવતી હોય છે. ત્યારે હાલમાં પડી રહેલી ગરમી સાવજો ને પણ અકળાવી રહી છે. પાણી, ખોરાકની શોધમાં સિંહ પારિવાર. માનવ વસાહત નજીક આવી જતાં હોય છે. જેના કારણે લોકો ના જીવ પડીકે બંધાતા હોય છે. તેવામાં ફરી એકવાર રેવન્યુ વિસ્તાર માં સિંહ આવી ચઢતા લોકો મા ભય ફેલાયો હતો.

માનવ વસ્તી ધરાવતા વિસ્તાર માં સિંહ આવી ચઢયો હોવાની ઘટનાનો વીડિયો એક વ્યક્તિ એ પોતાના મોબાઇલ ફોન માં કેદ કરી લીધો હતો. જે વિડિયો હાલ સોસીયલ મીડીયા માં વાયરલ થઈ રહ્યો છે.. જે વન વિભાગ માટે વધુ એક તપાસનો વિષય બની ગયો છે.

Latest Stories