ગુગલ પર સર્ચ કરવાથી મળશે ટીવી પ્રોગ્રામની માહિતી

New Update
ગુગલ પર સર્ચ કરવાથી મળશે ટીવી પ્રોગ્રામની માહિતી

ટીવી રસિયાઓ માટે ગુગલ ટીવી લિસ્ટીંગ સર્ચ માટે એક નવી સર્વિસ લોન્ચ કરવા જઇ રહ્યું છે. ગુગલની આ નવી સર્વિસમાં તમે જે પ્રોગ્રામ જોવા માંગતા હશો તેનું નામ લખીને સર્ચ કરવાથી તે કયા ટાઇમે જોવા મળશે તે જાણવા મળશે. તે સિવાય તે પ્રોગ્રામ ઓનલાઇન ક્યાં જોવા મળશે તેની પણ માહિતી મળશે.

ધારોકે તમારો કોઇ મનપસંદ શો મિસ થઇ ગયો છે તો તે ફરી ક્યારે આવશે તે જાણવા માટે તમારે માત્ર તે શોનું નામ લખીને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરવાથી તે શોના દિવસના અલગ-અલગ ટાઇમ તેમજ તે શો ઓનલાઇન જોવો હોય તો કેટલી વેબસાઇટ પર ઉપલબ્ધ છે તે માહિતી પણ મળી જશે.

આ સર્વિસ ગુગલ ક્યારે લોન્ચ કરે છે તેના વિશે સ્પષ્ટતા કરી નથી પરંતુ નજીકના ભવિષ્યમાં આ સર્વિસ લોન્ચ થઇ જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Latest Stories