ગુગલે પહેલી મહિલા ફોટો જર્નાલિસ્ટને સમર્પિત કર્યુ ડુડલ

New Update
ગુગલે પહેલી મહિલા ફોટો જર્નાલિસ્ટને સમર્પિત કર્યુ ડુડલ

ગુગલે ગુજરાતની પારસી પરિવારમાં જન્મેલી અને પદ્મવિભૂષણ થી સન્માનિત થયેલી પહેલી ભારતની મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમી વ્યારાવાલાને ડુડલ બનાવીને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી, હોમીના તેના 104ના જન્મદિવસનાં અવસર પર સન્માન આપવામાં આવ્યું છે.

હિમિના પિતાની એક સિનેમા કંપની હતી.હોમી બચપણથી અનેક શહેરો ફરી હતી અને તેને ફોટોગ્રાફીનો શોખ શરુ થયો,ત્યાર પછી તેના પિતા સાથે મુંબઈ રહેવા આવ્યા હતા, અને ત્યાં આવીને હોમીએ બોમ્બે યુનિવર્સિટી અને જેજે સ્કૂલ ઓફ આર્ટમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

1930ના દશકમાં તેમને પોતાનું કરિયર શરૂ કર્યું, બીજા વિશ્વ યુદ્ધ થયા પછી તેમને બોમ્બે આવેલ The Illustrated weekly of India ' સમાચાર માટે કામ કરવાનું શરૂ કર્યું હતું,હોમી વ્યારાવાલાને ફોટોગ્રાફીમાં રાષ્ટ્રીય સ્તર પર સન્માન કરવામાં આવ્યું હતુ.

1970માં તેના પતિનું મોત થયા પછી તે તેના પુત્ર સાથે ફારૂક સાથે વડોદરા રહેવા માટે આવી ગયા હતા,અને 2012માં કેન્સરના કારણે તે મુત્યુ પામી હતી.

Latest Stories