/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/gujcet.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે જરુરી ગુજકેટની પરીક્ષાનું ૨૩ એપ્રિલે આયોજન કરાયું છે. ૨૩ એપ્રિલ સોમવારે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-એ, ગૃપ-બી તથા ગૃપ એ-બીના વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન યોજાશે. જેનો અભ્યાસક્રમ ધોરણ ૧૨ના અભ્યાસક્રમ પ્રમાણે જ રહેશે.
ગુજકેટની પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ૨૩ માર્ચ શુક્રવારથી શરુ થશે. ૭ એપ્રિલ સુધી ચાલનાર રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે માહિતી પુસ્તિકા અને પીન નંબરનું વિતરણ નિયત કરાયેલા કેન્દ્રો પરથી કરવામાં આવશે. પીન નંબર મેળવવા માટે પરીક્ષા ફી પેટે ૩૦૦ રુ.નો ડી.ડી. આપવાનો રહેશે.
ગુજકેટની પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. જેમાં કુલ ૮૦ પ્રશ્નો પૈકી ૪૦ ભૌતિક શાસ્ત્રના અને ૪૦ રસાયણશાસ્ત્રના રહેશે. જેના માટે વિદ્યાર્થીઓને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. જીવવિજ્ઞાાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. જેમાં ૪૦ પ્રશ્નોના ઉત્તર માટે વિદ્યાર્થીઓને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે.