ગુજરાત, દમણ અને દીવ નૌસેના ક્ષેત્ર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો

ગુજરાત, દમણ અને દીવ નૌસેના ક્ષેત્ર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો
New Update

૨૧ જૂન, ૨૦૧૯ ના રોજ ગુજરાત, દમણ અને દીવ નૌસેના ક્ષેત્રની એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. "ફિટનેસ થી વેલનેસ તરફ" ના તત્વજ્ઞાન હેઠળ પોરબંદર અને ઓખાના નૌસેના સ્ટેશનના તમામ કર્મચારીઓ માટે સવાર ના સત્ર દરમિયાન યોગ સત્રો યોજવામાં આવ્યાં હતાં.

પોરબંદરમાં, યોગ ની સચોટ મુદ્રાઓ અને પ્રક્રિયાઓના મહત્વને વિકસાવવા માટે શારીરિક તાલીમના પ્રશિક્ષકના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ નૌસેના બાગની અંદર કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં યોગ સત્રો યોજવામાં આવ્યા હતા. આઈ.એન.એસ. સરદાર પટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આઈ.એન.એસ. સરદાર પટેલ અને એસ.પી.બી. (પોરબંદર) ના અધિકારીઓ અને નાવિક તેમજ ડીએસસી જવાનો સહિતના તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

પોરબંદર બંદર ની મુલાકાત પર આવેલ આઈ.એન.એસ. સતલજ જહાજ ની કંપનીએ પણ જહાજ પર યોજાયેલ યોગ સત્રો માં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉપરાંત, નેવી ચિલ્ડ્રન સ્કુલ, પોરબંદરના વિદ્યાર્થીઓએ પણ એન.સી.એસ., પોરબંદરમાં યોગ અભિયાનમાં ભાગ લીધો હતો.

નૌસેના વાયુ પરિક્ષેત્ર, પોરબંદર ખાતેના તમામ નૌસેના કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.ઓખા સ્થિત આઈ.એન.એસ. દ્વારકામાં પણ સામૂહિક યોગ સત્ર યોજાવામાં આવ્યું હતું જેમાં ત્યાંના તમામ નૌસેના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ખૂબ જ રુચિ પૂર્વક ભાગ લીધો હતો.

આ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ના નિમિત્તે સામૂહિક યોગ સત્રોનું આયોજન દ્વારા મન અને શરીર, વિચાર અને ક્રિયા ની એકતા ને વિકસાવવાનો, ચેતના ને સમૃદ્ધ બનાવવા નો તથા તમામ ને સચેત, જાગરૂક અને સક્રિય બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Here are a few more articles:
Read the Next Article