ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થઇ શકે છે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થઇ  શકે છે જાહેર
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તારીખ 25મી બુધવારે 12 વાગ્યે જાહેર થવાની શક્યતા છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી કાર્યક્રમ યોજાશે.

182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 જાન્યુઆરી 2018ના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં એક સાથે ચૂંટણીની તારીખો જાહેર ન કરાતા ચૂંટણી કમિશન હાલ વિપક્ષોના નિશાના ઉપર છે.

ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં 10 અને 14મી તારીખોમાં ગુજરાતમાં બે ચરણમાં મતદાનની તારીખ જાહેર થઈ શકે છે. રાજ્યમાં ક્યારે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે તેના પર સૌ મીટ માંડીને બેઠા છે. તો બીજી બાજુ રાજકીય પક્ષોની જેમ ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી તૈયારીઓને અંતિમ ઓપ આપવા કામે લાગી ગયુ છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article