ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફિલ્મ કલાકારો પણ જોડાશે

New Update
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફિલ્મ કલાકારો પણ જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો દ્વારા ફિલ્મ અને ટેલિવિઝનના સુપરસ્ટાર સહિતના ફેમસ કલાકારોને પ્રચારમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.

ભાજપનાં ચૂંટણી પ્રચારમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, ટાઇગર શ્રોફ, શિલ્પા શેટ્ટી, શમીતા શેટ્ટી, બિપાશા બસુ, પ્રિતી ઝિંટા સહિત હેમા માલિની અને મનોજ તિવારી તેમજ ગુજરાતી ફિલ્મ કલાકારોમાં નરેશ કનોડિયા, હિતુ, રોમા માણેક, ઓસમાણ મીર અને અરવિંદ વેગડા તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર કાસ્ટ સહિતના ગુજરાતી કલાકારો ઉપરાંત ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પણ પ્રચારમાં જોડાશે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

જયારે મહિમા ચૌધરી, અમિષા પટેલ, રીતેશ દેશમુખ, નગ્મા સહિતના કલાકારો કોંગ્રેસના મંચ પરથી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

જોકે આ કલાકારો ક્યાર થી ચૂંટણી પ્રચારમાં જોડાશે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Latest Stories