ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1592 ઉમેદવારી નોંધાઈ

New Update
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફિલ્મ કલાકારો પણ જોડાશે

ગુજરાતમાં 9 ડિસેમ્બરનાં રોજ યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનું કાર્ય તારીખ 21મીની સાંજે પુર્ણ થયુ છે. કુલ 89 બેઠકો માટે 1592 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ભાજપ માંથી ડમી સહિત કુલ 116 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે કોંગ્રેસ માંથી ડમી સહિત 151 ઉમેદવારી પત્રો ભરાયા છે. કુલ 547 અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે. NCPનાં 47, જનવિકલ્પનાં 73 અને આપ માંથી 29 ઉમેદવારી પત્રો ભરાયા છે.

પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી શરુ થઇ છે. 9મીએ સૌરાષ્ટ્રની 89 બેઠકો માટે મતદાન થશે. જયારે બાકીની 93 બેઠકો માટે 14મીએ મતદાન યોજાશે.

Latest Stories