ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાનો ચૂંટણી પ્રચાર સાંજથી થશે બંધ

New Update
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાનો ચૂંટણી પ્રચાર સાંજથી થશે બંધ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનાં પ્રચાર પડઘમ ગુરુવારની સાંજે 5 કલાકે થી શાંત થશે.

પ્રથમ તબક્કાની 89 બેઠક પર ચૂંટણી પંચની આચારસંહિતા લાગુ થશે. જેના કારણે કોઈ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં. મહત્વનું છે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 9 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.

પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવાર મેદાનમાં છે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પક્ષો બીજા તબક્કાની 93 બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરશે. બીજા તબક્કાનું 14 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે અને આ બન્ને તબક્કાનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થતા રાજકીય પક્ષો દ્વારા ઓટલા બેઠકો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Latest Stories