ગુજરાત સરકારની બુધવારે મળશે પ્રથમ કેબિનેટ બેઠક

New Update
ગુજરાતનાં સીએમની શપથવિધિ સમારોહમાં 19 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત 

રાજ્યમાં સતત બીજી વખત મુખ્યમંત્રી પદનાં શપથ લેનાર વિજય રૂપાણી દ્વારા કેબિનેટની પહેલી બેઠક બુધવારે બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત 20 મંત્રીઓએ પદ અને ગોપનીયતાનાં શપથ લીધા હતા. રાજ્યમાં છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે. અને રૂપાણી બીજી વાર રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક બુધવારનાં રોજ મળશે તેમ જાણવા મળ્યુ છે.

વધુમાં આ બેઠકમાં મંત્રીઓને પણ વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories