ગુજરાતના રાજકારણમાં ગરમાવો, વાઘેલા જૂથના સભ્યોની ખાનગી મિટીંગ

New Update
ગુજરાતના રાજકારણમાં ગરમાવો, વાઘેલા જૂથના સભ્યોની ખાનગી મિટીંગ

આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની એક બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠકના કારણે ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ઓગસ્ટ-૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસની સાથે છેડો ફાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતા. તેમની સાથે અન્ય ૧૪ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની એક બેઠક આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બંધ બારણે આ બેઠક મળી હતી. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, રામસિંહ પરમાર, રાઘવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં ક્યાં મુદ્દે બેઠક હતી તે અંગેનો એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો નથી. જો કે વાઘેલા જૂથના સભ્યોની આ બેઠક મળતાની સાથે ગુજરાતના રાજકારણમાં ફરીથી સળવળાટ થતાં ગરમાવો આવી ગયો છે.

Latest Stories