ગુજરાતનાં તબીબો બ્લેક ડે મનાવી મોદી સરકારનાં નિર્ણયનો વિરોધ કરશે

New Update
ગુજરાતનાં તબીબો બ્લેક ડે મનાવી મોદી સરકારનાં નિર્ણયનો વિરોધ કરશે

એનડીએ સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિખેરી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવા નક્કી કર્યુ છે ,જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોશિએશને આ મુદ્દે લડત લડવા એલાન કર્યુ છે. જેના પગલે ગુજરાતમાં મંગળવારે ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે. રાજ્યના ડોકટરો બ્લેક ડે મનાવી મોદી સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરશે.

એમસીઆઇ વિખેરી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવા સામે ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે.તેમનુ કહેવુ છેકે, મોદી સરકારના આ નિર્ણયથી આમ જનતાને કોઇ ફાયદો નહીં થાય.જો સરકાર તેને અમલી બનાવશે તો,ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. નેશનલ મેડિકલ કાઉન્સિલના વિરોધમાં ડોક્ટરો બ્લેક ડે મનાવશે.

Latest Stories