ગુજરાતનાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ નિમાયા

New Update
ગુજરાતનાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ નિમાયા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 75 વર્ષ વટાવી ચૂકેલા આનંદીબેને પટેલે સ્વેચ્છાએ ગુજરાતના સીએમ પદે થી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે તેઓને કોઈ રાજ્યના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આનંદીબેન પટેલને ઓમ પ્રકાશ કોહલીની જગ્યા પર મધ્ય પ્રદેશ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આનંદીબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો ત્યારથી તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી અટકળો ચાલતી હતી. જે અટકળોનો અંત આવ્યો છે.

Latest Stories