ગુજરાતનાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીની પુનઃ નિમણુંક,નીતિન પટેલ ડેપ્યુટી સીએમ પદે યથાવત

ગુજરાતનાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીની પુનઃ નિમણુંક,નીતિન પટેલ  ડેપ્યુટી સીએમ પદે યથાવત
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યા બાદ તારીખ 22મી શુક્રવારનાં રોજ સાંજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.

publive-image

ગાંધીનગરનાં કમલમ ખાતે ભાજપનાં ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી, આ બેઠકમાં કેન્દ્રીય ઓબ્ઝર્વર તરીકે અરુણ જેટલી , અને સરોજ પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગુજરાતનાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનાં નામની જાહેરાત કરવામાં આવી છે.

publive-image

આ બેઠકમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ કમલમમાં ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article