ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા

New Update
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા

ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નાયબ મુખ્યમંત્રીનાં શપથ ગ્રહણ કર્યા હતા.

આ શપથ ગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે કેબિનેટ મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,કૌશિક પટેલ, ગણપતસિંહ વસાવા, જયેશ રાદડિયા, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, દિલીપ ઠાકોરે શપથ ગ્રહણ કર્યા હતા.

આ ઉપરાંત રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે પ્રદિપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકી, વાસણભાઈ આહિર, કુમાર કાનાણી, વિભાવરીબેન દવે, બચુભાઈ ખાબડ, પરબતભાઈ પટેલ, ઈશ્વરસિંહ પટેલ, રમણભાઈ પાટકર, અને જયદ્રથસિંહ પરમારે મંત્રી તરીકે શપથ લીધા હતા.

Latest Stories