ગુજરાતનાં વાહનોમાં 15 જાન્યુઆરી થી HSRP નંબર પ્લેટ ફરજિયાત

ગુજરાતનાં  વાહનોમાં 15 જાન્યુઆરી થી HSRP નંબર પ્લેટ ફરજિયાત
New Update

ગુજરાતનં તમામ વાહનો માટે 15 જાન્યુઆરી 2018 થી હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) ફરજીયાત કરી દેવામાં આવી છે. 15 જાન્યુઆરી બાદ જે પણ વાહનમાં અનઅધિકૃત નંબર પ્લેટ હશે તેના વાહનચાલકને રૂપિયા 500 સુધી દંડ ભરવો પડી શકે છે.

ટુ વ્હિલર-થ્રી વ્હિલરમાં રૂપિયા 89 અને ફોર વ્હિલર કે તેથી ભારે વાહનોમાં રૂપિયા 150નો વધારાનો સર્વિસ ચાર્જ ભરીને અધિકૃત HSRP નંબર પ્લેટ ફિટ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, નવા વાહનોમાં 16 નવેમ્બર 2012 થી HSRP નંબર પ્લેટ ફિટ કરાવવી ફરજીયાત કરવામાં આવેલી છે. પરંતુ આ અગાઉના જૂના વાહનો તથા અન્ય કેટલાક વાહનો પણ HSRP નંબર પ્લેટ વિના જ રસ્તા પર જોવા મળી રહ્યા છે, જે કાયદાની વિરુદ્ધ છે.

વાહન વ્યવહાર કમિશનરે જણાવ્યુ હતુ કે, 'સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર વાહનોમાં HSRP નંબર પ્લેટ ફિટ કરાવવી ફરજીયાત છે. સુપ્રીમ કોર્ટે 23 નવેમ્બરે ગુજરાત સહિત અન્ય પાંચ રાજ્યોને નોટિસ આપી છે અને આદેશનો અમલ કરવા માટે રાજ્યો દ્વારા કયા પગલા લેવામાં આવ્યા તેની વિગતો માંગવામાં આવી છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધીક્ષકને અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

HSRP નંબર પ્લેટ ફિટ કરાવવા માટે વાહનોનાં ડિલરો પાસે પણ આ વ્યવસ્થા ઉભી કરાઇ છે. આરટીઓ કચેરી ઉપરાંત નજીકનાં કોઇપણ વાહન ડિલરને ત્યાં રાજ્ય સરકાર દ્વારા માન્ય સર્વિસ ચાર્જથી HSRP નંબર પ્લેટ ફિટ કરાવી શકાય છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article