ગુજરાતની 70હજાર આશાવર્કરો અને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરશે

New Update
ગુજરાતની 70હજાર આશાવર્કરો અને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરશે

પગાર વધારા સહિત અનેક વણ ઉકેલાયેલા પ્રશ્નોનાં મુદ્દે હવે આશાવર્કરો, આંગણવાડી બહેનો હવે સરકાર સામે શિંગડા ભેરવવા તૈયાર થઇ રહી છે. 17મીએ દેશવ્યાપી હડતાલનું એલાન જાહેર કરાયુ છે. જેમાં ગુજરાતની 70 હજાર આંગણવાડી બહેનો, આશાવર્કરો જોડાશે.

તેઓની માંગણી છે કે આ યોજનાનાં ખાનગીકરણ સામે રોક લગાવો,આંગણવાડીમાં કેશ ટ્રાન્સફર,પેક્ટફુડના નિર્ણય રદ કરો,આવી ઘણી માંગણીઓ પૂર્ણ કરવાની કેન્દ્ર સરકારને વિવિધ સંગઠનોએ અલ્ટીમેટમ આપ્યુ છે.

ગુજરાતમાં 17મીએ દેશવ્યાપી હડતાલને સફળ બનાવવા બેઠકોનો દોર શરૃ થયો છે. હડતાલને પગલે 17મીએ ગુજરાતની 50 હજાર આંગણવાડીઓને બંધ રહેશે.આશાવર્કરો પણ હેલ્થ સેન્ટર પર જશે નહીં.

Latest Stories