ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી : ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી જેણે સોલર સિસ્ટમ કરી પ્રસ્થાપિત

New Update
ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી : ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી જેણે સોલર સિસ્ટમ કરી પ્રસ્થાપિત

ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં સૂરજના કિરણોની મદદથી 12.8 કિલો વોટની વીજળીનું ઉત્પાદન કરતી સૌર ઉર્જા સિસ્ટમની સ્થાપના જે માત્ર વીજ બિલનો ખર્ચ જ નહિ બચાવે પણ સાથે સાથે વાયુ પ્રદૂષણ ફેલાવતો કાર્બન કાર્બનડાયોક્સાઈડથી પણ છુટકારો અપાવશે. શક્ય છે આ ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી હોવી જોઈએ જેણે સોલર સિસ્ટમ પ્રસ્થાપિત કરી છે.

publive-image

પર્યાવરણ સમર્થક અને જ્ઞાનની ગંગા સમાન કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી છે જે રોજના એવેરેજ 60 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે. લાયબ્રેરીની છત પર કુલ 40 સોલર પ્લેટ લગાવવામાં આવી છે. અને તેનાથી 12.8 કિલો વોટ વીજળીનું ઉત્પાદન થવાની ધારણા છે . અંદાજિત 6 લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત થયેલી આ સૌર ઉર્જા ઉત્પન્ન કરતી સિસ્ટમ પર્યાવરણમાં ફેલાતા ઝેરી કાર્બન ડાયોક્સાઈડને ફેલાતો અટકાવી એક ઉત્તમ પર્યાવરણલક્ષી ઉદાહરણ પૂરું પાડી રહી છે જે ભરૂચ માટે ગર્વની વાત છે.

પ્રસ્તુત પુસ્તકાલય સવારના 9.30 થી રાત્રિના 8.00 કલાક સુધી ખુલ્લુ રહે છે. જેમાં રોજના 150 થી વધુ વાચકો આવે છે જેમથી 100 જેટલા વિધ્યાર્થીઓ નિયમિત વાંચન કરે છે પુસ્તકાલયમાં બે વાતાનુકૂલિત વાંચન ખંડ છે અને બીજા બિન –વાતાનુકૂલિત વાંચન વિભાગ છે જેઓ માટે આખો દિવસ પંખા અને એર કંડિશનરની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને જેનું બે મહિનાનું વીજળીનું સરેરાશ બિલ 36000/- હજાર જેટલું આવે છે. પણ હવે સોલર સિસ્ટમથી કાર્યરત થવાને કારણે તેમાં પણ બચત થશે. છે. પુસ્તકાલયને થતાં વીજળી ખર્ચમાં ઘટાડો થશે અને ચાર પાંચ વર્ષમાં સોલર સિસ્ટમ સ્થાપિત કરવાનો ખર્ચ સરભર થઈ જશે.

સોલર સિસ્ટમ સ્થાપિત કરવાથી ફ્ક્ત વીજળીબિલના ખર્ચમાં જ બચત નથી થતી પણ આ સિસ્ટમના ઉપયોગથી વાતાવરણમાંથી રોજનો સરેરાશ 58 કિલો કાર્બનડાયોક્સાઈડ ફેલાતો બચે છે. દિવસ દરમિયાન જે વીજળી ઉત્પન્ન થાય છે તેનું ઉત્પાદન કરવામાં જે 28 કિલો જેટલો રોજનો કોલસો વપરાય છે તેની પણ બચત થશે. આમ સીધી રીતે અને આડકતરી રીતે પણ કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી આ વીજ ઉર્જા ઉત્પાદન પ્રણાલી પર્યાવરણને સમર્પિત છે.

Latest Stories