ગુજરાતનું અનોખું મંદિર : મનોકામના પૂરી થતા ચડાવાય છે પાણીના પાઉચ

New Update
ગુજરાતનું અનોખું મંદિર : મનોકામના પૂરી થતા ચડાવાય છે પાણીના પાઉચ

બહુચરાજી-પાટણ હાઇવે પર મણિપુરા અને વડાવલી ગામ વચ્ચે ગોગજી ફાર્મની સામે લીમડાના ઝાડ નીચે આવેલી આ જગ્યા આજે લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. જ્યાં લોકો મનોકામના પૂર્ણ થતાં શ્રીફળ-ચૂંદડી નહીં પાણીની બોટલ-પાઉચ ચડાવે છે.

publive-image

આ જગ્યાએ ત્રણેક વર્ષ અગાઉ બહુચરાજીના ગુંજાલા ગામના જાનૈયાને નડેલા અકસ્માતમાં 6નાં મોત થયાં હતાં. જેમાં બાળકોએ પાણી પાણી કરતાં અંતિમ શ્વાસ લીધા હતા. અંત સમયે પાણી માંગતાં આ બાળકોને પાણી ચડાવવાની બાધા લોકો રાખે છે.

Latest Stories