ગુજરાતમા મહિલાઓ પર થતા અત્યાચાર મામલે દોષસિધ્ધીનો રેટ ખૂબજ નિચો છે : NCRB

ગુજરાતમા મહિલાઓ પર થતા અત્યાચાર મામલે દોષસિધ્ધીનો રેટ ખૂબજ નિચો છે : NCRB
New Update

દિલ્હીમા 2012મા એક ચકચારી ગેંગરેપ થયો હતો જેની ગુંજ દેશ ભરમા ગુંજી ઉઠી હતી. જે ચકચારી ગેંગરેપનુ નામ છે નિર્ભયા ગેંગરેપ કેસ. નિર્ભયા ગેંગરેપ કેસમા આરોપીઓને સજા પણ મળી પરંતુ ગુજરાતના ખુણે ખુણે હજુ ઘણી એવી નિર્ભયા છે કે જેમની પર થયેલ અત્યાચારની નોંધ કોઈએ લીધી નથી. આજ દિવસ સુધી તેમને નથી મળ્યો ન્યાય.

આનંદીબેન દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયા તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી

હાલ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના ગવર્નર તરીકે ફરજ આપી રહ્યા છે. આનંદીબેન પટેલે 2014માં સતાની સૂકાન સંભળતા જ તેમણે સ્ત્રી શસ્કિત કરણની વાત કહી હતી. તો આજ વાતને સાબિત કરતાં તેમણે 18જૂલાઈ ના રોજ 1ઓગ્સ્ટથી 15 ઓગ્સટ સૂધી મહિલા સશક્તિકરણ પખવાડીયા તરીકે ઉજવવાની જાહેરાત પણ કરી હતી. ત્યારે આજે સવાલ તો એ ઉભો થાઈ છે કે જે રીતે ગુજરાતની અંદર સ્ત્રીઓ પર જે રીતે અત્યાચારો થઈ રહ્યા છે. તે જોતા એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શુ ગુજરાતમાં સ્ત્રીઓને ન્યાય મળે છે ખરો જે તે સમયે રાજ્યના પ્રથમ મહિલામુખ્યમંત્રી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાને ઉજવવાની વાત કરવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારો દિવસે અને દિવસે વધતા જઈ રહ્યા છે..

વર્ષ 2009-10 અને 2015-16મા મહિલા પર થતા અત્યાચારમા અમદાવાદ પ્રથમ સ્થાને રહ્યુ

જો વર્ષ 2009-2010ની વાત કરીયે તો તેમાં અમદાવાદને સ્ત્રીઓ માટે ગુજરાતમાં સૌથી અસુરક્ષીત શહેર તરીકે જાહેર કરવામાં આવ્યૂ હતૂ. તો ત્યારબાદ હાલમા 2015મા જાહેર કરેલ આંકડાઓમા પણ અમદાવાદે પોતાનો પ્રથમ ક્રમાંક જાળવી રાખેલો જ્યારે સુરતે પોતાનો બિજો ક્રમ જાળવી રાખ્યો હતો. હવે સરકારી આંકડા તરફ નજર કરીયે તો ગુજરાતમા મહિલા પર અત્યાચારના કુલ 7762 કેસ નોંધાયા. માત્ર એકલા અમદાવાદમા નોંધાયા 1183 કેસ તો સુરતમા નોંઘાયા 608 કેસ

અમદાવાદમાં...

રેપના કેસ 69 નોંધાયા હતા, જે ગુજરાતના તમામ શહેરોની સંખ્યમાં સૌથી મોખરે હતાં

મહિલાઓના અપહરણના 249 કેસ નોંધાયા હતા

દહેજના કારણે થતા મૃત્યુના 3 કેસ

પતિ તેમજ સાસરીયા પક્ષ દ્વારા કરવામા આવતા અત્યાચારના 677 કેસ

જબરદસ્તીથી દેહ વ્યાપાર કરાવવાના કેસ 9

સ્ત્રીઓ પર હુમલા કરવાના કેસ 173

આ સિવાય આત્મહત્યાના દૂષ્પ્રેરણના તેમજ દહેજને કારણે થનાર મૃત્યૂના અને હેરેસ્મેન્ટના અનેક ગણા કેસો નોંધાયા હતા

સુરત હંમેશથી બિજા ક્રમે રહ્યુ છે

આજ સમય દરમિયાન અમદાવાદ બાદ સ્ત્રીઓ માટે સૌથી અસૂરક્શિત બીજા નંબરના શહેર તરીકે સુરતને જાહેર કરવામાં આવ્યૂ હતૂ... જો વર્ષ 2015-16માં સૂરતમાં સ્ત્રીઓ પર થયેલા અત્યાચારના જૂદા જૂદા કેસોની વાત કરીયે તો...

બળાત્કારના 51 કેસ

અપહરણના 186 કેસ

પતિ તેમજ સાસરીયા પક્ષ દ્વારા કરવામા આવતા અત્યાચારના 301 કેસ

જબરદસ્તીથી દેહ વ્યાપાર કરાવવાના કેસ 2

સ્ત્રીઓ પર હુમલા કરવાના કેસ 63

આ સિવાય આત્મહત્યાના દૂષ્પ્રેરણના તેમજ દહેજને કારણે થનાર મૃત્યૂના અને હેરેસ્મેન્ટના અનેક ગણા કેસો નોંધાયા હતા.

એનસીઆરબીના આંકડામા ગુજરાતની સ્થિતી કથળી છે.

આ તો તેમ જોયા ગુજરાતની અંદર થતાં સ્ત્રીઓ પર અત્યાચારના આંકડા.. ત્યારે હવે સવાલ એ ઉભો થાઈ છે કે આખરે શુ ગુજરાતમાં સ્ત્રીઓને ન્યાય મળે છે ખરો??

આ સવાલનો જવાબ અમે આપને આપીશૂ NCRBએ વર્ષ 2012માં જાહેર કરેલા આંકડાઓ દ્વારા. વર્ષ 2012માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ પોતાના રીપોર્ટમાં જણાવ્યૂ હતૂ કે... ક્નવિક્શન રેટ એટલે કે દોષ સિધ્ધીનો રેટ ખૂબજ ઓછો છે. NCRBએ પોતાના રીપોર્ટમાં આ બાબતની સપષ્ટતા કરતાં જણાવિયૂ હતૂ કે

  1. દહેજને કારણે થતાં મૃત્યૂ દહેજને કારણે થતાં મૃ્તયૂની દોષ સિધ્ધી બાબતે ગુજરાતમાં દોષ સિધ્ધીનો રેશીયો 0.0 છે. જ્યારે દહેજને કારણે થતાં મૃત્યૂની દોષ સિધ્ધીના રેશીયાની રાષ્ટ્રીય સરેરાશ 31.9 છે.

2. મહિલાના ચારીત્રભંગ કરવાના ઈરાદેથી કરવામાં આવેલ હૂમલાની દોષ સિધ્ધીનો રેશીયો 1.6 ટકા છે. જ્યારે આજ બાબતમાં દોષ સિધ્ધીના રેશીયાની રાષ્ટ્રીય સરેરાશ 23.5 છે.

3. મહિલાઓ પર થયેલ બળાત્કારના ગૂનાની દોષ સિધ્ધીનો રેશીયો 15.3 સાથે ગુજરાતનો 28 રાજ્યો પૈકી 20મો નંબર આવેછે.... જ્યારે આજ બાબતમાં દોષ સિધ્ધીના રેશીયાની રાષ્ટ્રીય સરેરાશ 23.1 ટકા છે

4. મહિલા પર તેના પતિ અથવા તો તેના સાસરીયા દ્વારા કરવામાં આવતા મારકૂટની દોષ સિધ્ધીના 3.5ના રેશીયા સાથે ગુજરાતનો બીજા રાજ્યો પૈકી 22મો નંબર આવેછે. જ્યારે આજ બાબતમાં દોષ સિધ્ધીના રેશીયાની રાષ્ટ્રીય સરેરાશ 14.8 ટકા છે

5. મહિલાઓના થયેલ અપહરણના કેસોના દોષ સિધ્ધીના 6.5 ટકાના રેશીયા સાથે ગુજરાત 28 રાજ્યો પૈકી 20માં નંબરે આવેછે. જ્યારે આજ બાબતમાં દોષ સિધ્ધીના રેશીયાની રાષ્ટ્રીય સરેરાશ 20.4 ટકા છે

ત્યારે આજ કન્વિકશન રેટને ધ્યાને લઈ અમે રાજકોટના અગ્રણી ધારાશાસ્ત્રી ભાવનાબેન જોષીપુરા સાથે વાત કરી હતી ત્યારે તેમણે કન્વિકશન રેટને લઈ જણાવ્યુ હતુ કે કન્વિકશન રેટ ગંભીર ગુનાઓમા એટલે ઓછો છે કારણકે આપણી ન્યાયપ્રણાલિકા અને તેમા માંગવામા આવતા પુરાવા જે તે સમયે એકઠા ન થતા આરોપીઓ પુરાવાના અભાવે છૂટી જતા હોઈ છે. અત્યાચાર જેની સાથે થાય છે તેને તેમજ તેના પરીવારને કેટલીક ન્યાય વ્યવસ્થાને લઈ બાબતોની જાણ નથી હોતી જેને લઈ આ પ્રકારના કન્વિકશન રેટમા ઘટાડો થાય છે. તો સાથો સાથ ઘર કંકાસને લગતા ફોજદારી કેસોમા કન્વિકશન રેટમા ઘટાડો એટલા માટે હોઈ છે કારણકે તેમા કેસની પ્રક્રિયા લાંબી હોઈ છે. જેથી મોટા ભાગના કેસોમા સમાધાન થતા જે તે સમયે ફરીયાદમા આરોપી તરીકે સમાવવામા આવેલ વ્યક્તિને સજા નથી થઈ શકતી. તો આવી જ ઘટના લલચાવી ફોસલાવી છોકરીના અપહરણના કેસમા પણ થાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પરથી સપષ્ટ કહી શકાઈ છે કે ... ગુજરાતમાં સ્ત્રીઓ પર થયેલા અત્યાચાર મામલે નોંધાયેલા કેસોની દોષ સિધ્ધી ખૂબજ ઓછી થાઈ છે.

#સ્ત્રી
Here are a few more articles:
Read the Next Article