ગુજરાતમાં બનશે ભાજપની સરકાર ,જુવો ક્યા પક્ષને મળશે કેટલી બેઠક : કનેક્ટ ગુજરાતનો એકઝીટ પોલ

New Update
ગુજરાતમાં બનશે ભાજપની  સરકાર ,જુવો ક્યા પક્ષને મળશે કેટલી બેઠક :  કનેક્ટ ગુજરાતનો એકઝીટ પોલ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેનું બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. પહેલા તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ.

કનેક્ટ ગુજરાતનાં એકઝીટ પોલ પ્રમાણે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માંથી ભાજપને 95 - 105 બેઠક, કોંગ્રેસને 75 - 85 અને અન્યને 02 - 03 બેઠક મળી રહી છે.

કનેક્ટ ગુજરાત દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિધાનસભાની તમામ બેઠકોનાં જિલ્લા મથકનાં સિનિયર જર્નાલિસ્ટ, રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ, નેતાઓ, વેપારીઓ અને છૂટક મજુરી કરતા લોકો સમાજનાં તમામ વર્ગનાં લોકો સાથેનાં રૂબરૂ અને ટેલિફોનિક વાતચીત બાદ આ સર્વેનાં આંકડા આપણી સમક્ષ મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત મિડીયા તથા એજન્સીઓનાં સીટ પોલમાં ગુજરાતમાં નવી સરકાર ભાજપનાં નેતૃત્વમાં બનશે તેમ દર્શાવવામાં આવ્યું છે. જેના પરથી એક તારણ કરી શકાય છે કે એકઝીટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.

publive-image

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો પાંચે પાંચ બેઠક પર ભાજપનું કમળ ખીલી શકે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જંબુસરનો માસ્ટર સ્ટ્રોક અપક્ષ ઉમેદવારીનાં કારણે ભાજપ જીતે તેવો માહોલ હોવાનું ચર્ચાય રહ્યું છે.

Latest Stories