ગુજરાતમાં ભાજપની જીતમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત આ નેતાઓની રહી મોટી ભૂમિકા

New Update
ગુજરાતમાં  ભાજપની જીતમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત આ નેતાઓની રહી મોટી ભૂમિકા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રસાકસી બાદ જીત મેળવી હતી, જોકે ભાજપની જીતનો શ્રેય માત્ર પીએમ મોદી , અમિત શાહને જ નહિ પરંતુ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની મહેનત પણ રંગ લાવી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં ઝંઝાવાતી પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપનાં સ્ટાર પ્રચારકો જોડાયા હતા. પરંતુ પડદા પાછળ રહીને ભાજપનાં રાષ્ટ્રિય મહાસચિવનાં પદ પર કાર્યરત ભૂપેન્દ્ર યાદવનું પણ મહત્વનું યોગદાન રહ્યુ હતુ.

ઉત્તર પ્રદેશમાં મળેલા જ્વલંત વિજય બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા માટેની કુચ શરુ કરી હતી. ચૂંટણીનાં એક જ મહિના બાદ એપ્રિલમાં ઓબીસી નેતા ભૂપેન્દ્ર યાદવને ગુજરાતમાં પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ બનાવ્યાં હતા.

આ ઉપરાંત વર્ષ 2013માં રાજસ્થાન, 2014માં ઝારખંડ અને 2015માં બિહાર વિધાનસભામાં તેમને પાર્ટીનાં ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવી હતી, અને ઝારખંડ અને રાજસ્થાનમાં પાર્ટીને વિજેતા બનાવી હતી.

ભુપેન્દ્ર યાદવનાં માઈક્રો પ્લાનિંગ પણ ગુજરાતમાં ભાજપ માટે સંજીવની બન્યું હોવાનું કહેવાય છે.

Latest Stories