ગુજરાતમાં રાહુલ ગાંધી કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણી લક્ષી વિચાર વિમર્શ કરશે

New Update
ગુજરાતમાં રાહુલ ગાંધી કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણી લક્ષી વિચાર વિમર્શ કરશે

નવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી રવિવારે કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયત પ્રમુખો અને નવનિયુક્ત પદાધિકારીઓની મળેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. રાજ્યના તમામ સમાજના નાગરિકો ભાજપ સરકારથી પરેશાન છે.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 4 સપ્ટેમ્બરના રોજ બપોરે 2.00 કલાકે અમદાવાદના કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલીકા, નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, એ.આઈ.સી.સી.-પીસીસી ડેલિગેટ અને યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સેવાદળના પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્સ બેઠક યોજાશે.

આ ઉપરાંત રાહુલ ગાંધી સમાજના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા મહાનુભાવો, સ્વૈચ્છીક સંગઠનના પ્રતિનિધિઓ, વ્યવસાયિક જૂથો અને પ્રોફેશનલ્સ સાથે પણ વ્યક્તિગત રીતે વિચાર-વિમર્સ બેઠક યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ, મહિલા સુરક્ષા અને ખેડૂતોના પ્રશ્ને નિષ્ફળ ભાજપ સરકારના શાસન સામે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો આપશે.

વધુમાં રાજ્યના ચાર વિભાગમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની યાત્રા પ્રવાસનું પણ આયોજન થય રહ્યું છે. નવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયત પ્રમુખો, અને નવનિયુક્ત પદાધિકારીઓની અગત્યની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થભાઇ પટેલ, શક્તિસિંહ ગોહિલ, મોહનસિંહ રાઠવા, એ.આઈ.સી.સી. ના મંત્રી પ્રકાશ જોષી, કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડો.કરશનદાસ સોનેરી સહિતના મહાનુભાવોએ વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતુ.

Latest Stories