New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/3b800760-9ef1-4ceb-a594-2b0574305aee.jpg)
ટેલિકોમ કંપની વોડાફોન ગુજરાતમાં ટૂંક સમયમાં 4G સેવા શરૂ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
તાજેતરમાં વોડાફોને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે કંપની તેનું નેટવર્ક વધારવા માટે વધારે સ્પેક્ટ્રમ એક્વાયર કરશે. પછી તે સ્પેક્ટ્રમ ટ્રેંડિંગ રૂટમાં, શેરિંગ કે એક્શન રૂટમાં ગમે તેમાં હોય.
આ અંગે વોડાફોન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ સુનિલ સુદે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે હવે પછીના તબક્કામાં કંપની દ્વારા ગુજરાત, હરિયાણા, યુપી અને પ.બંગાળમાં 4G નેટવર્કની સેવા શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં કેરાલા, કર્ણાટક, કોલકત્તા, મુંબઇ અને દિલ્હીમાં 4G સેવા ચાલુ કરવામાં આવી હતી. ત્યાંથી લોકોના હકારાત્મક પ્રતિભાવો આવી રહ્યા છે તેથી અન્ય રાજ્યો માં પણ 4G સેવા શરૂ કરવામાં આવશે.
Latest Stories