ગુજરાતી કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન 

ગુજરાતી કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન 
New Update

પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું 91 વર્ષની વયે ગુરુવારે નિધન થયું છે. નિરંજન ભગત છેલ્લા કેટલાક સમયથી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગત રવિવારે ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક દરમિયાન તેમને બ્રેઈનસ્ટ્રોકનો એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.તારીખ 1 ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગે ઘરે જ આખરી શ્વાસ લીધા હતા.

નિરંજન ભગતનું અવસાન થતા સાહિત્ય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નિંરજન ભગતને 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1950 થી 1986 સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article